ગ્રામીણ ડાક સેવક દ્વારા નવી ભરતી 2023: તાજેતર માં ગુજરાત પોસ્ટ વિભાગ ને ગુજરાત ગ્રામીણ દ્વારા ડાક સેવક ની ભરતી ની બહાર પાડવામાં આવી છે ભારત ના વિવિધ સ્થળો પર પોસ્ટ 40,889 ખાલી જગ્યાઓ પર અને ગુજરાત ની ટોટલ 2017 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી છે તો લાયકાત ધરાવતા ઉમેદવારો એ ભરતી માટે આપેલ સત્તાવાર વેબસાઈટ પર છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે છેલ્લી તારીખ પછી તમારી અરજી માન્ય રહેશે નહિ એનું દરેક ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું આ ભરતી માટે ની તમામ વિગત તો જેમ કે વય મર્યાદા , શૈક્ષણિક લાયકાત , પગાર ધોરણ , અરજી કઈ રીતે કરવી વગેરે માહિતી નીચે મુજબ આપેલ છે આ લેખ પૂરો વાંચવા વિનંતી .
ગ્રામીણ ડાક સેવક દ્વારા નવી ભરતી 2023 :
સત્તાવાર વિભાગ
ઈન્ડિયા પોસ્ટ – ગુજરાત પોસ્ટલ સર્કલ (Indian Post)
જાહેરાત નંબર
17-21/2023-GDS
નોકરીનું નામ
ગ્રામીણ ડાક સેવકો એટલે કે (BPM/ABPM/ડાક સેવક)
ટોટલ પોસ્ટ
40,889 (ગુજરાતની કુલ 2017 જગ્યાઓ)
નોકરીનું સ્થળ
ગુજરાત
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ
27/01/2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ
16/02/2023
16 ફેબ્રુઆરી સુધી કરી શકાશે અરજી
ગ્રામીણ ડાક સેવક ની આ ભરતી ની તૈયારી કરી રહેલા દરેક ઉમેદવારો માટે ખાસ માહિતી પોસ્ટ વિભાગ, સંદેશાવ્યવહાર મંત્રાલય, ભારત સરકારે 27 જાન્યુઆરી 2023 ના રોજ દેશભરના વિવિધ રાજ્યોમાં સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસો અને અન્ય પોસ્ટ ઓફિસોમાં ગ્રામીણ ડાક સેવકો (GDS) ની ભરતી માટે એક જાહેરાત બહાર પાડી છે, જેમાં ઓનલાઈન ભરતીજાહેર કરી છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ ૧૬ ફેબ્રુઆરી છે .
શૈક્ષણિક લાયકાત :
આ ભરતી ની અરજી કરવા ,માટે ઉમેદવાર ગમે તે માન્ય બોર્ડ માંથી ધો ૧૦ મેટ્રિક અથવા હાઇસ્કુલ માધ્યમિક પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર આ ભરતી માટે આપેલ સત્તાવર વેબ સાઈટ પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકે છે ,વધુ માહિતી માટે સત્તાવર જાહેરાત પર જુવો .
વય મર્યાદા :
ઉમેદવાર ની ઉંમર ઓછા માં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૪૦ વર્ષ હોવી જોઈએ આ મુજબ ઉંમર માટે લાયકાત ધરાવતા ઉમેદવાર જ આ ભરતી માટે અરજી કરી શકશે એની ખાસ નોધ લેવી
પગાર ધોરણ:
પગાર ધોરણ ની બધી વિગતો માટે નીચે આપેલ સત્તાવાર જાહેરાત જોવા વિનંતી કરવામાં આવે છે .
પરીક્ષા વગર આ રીતે પસંદગી થશે:
ગ્રામીણ ડાક પોસ્ટ વિભાગ ની ભરતી મેરીટ ના આધારિત કરવામાં આવશે દેશમાં વિવિધ જગ્યા ઓ પર દરેક ઉમેદવાર ના ૧૦ માં ગુણ ના આધારે તેમનું મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે આ મેરીટ લીસ્ટ દ્વારા ઉમેદવારો સંબંધિત પોસટલ સર્કલ પર સમય પત્રક ના આધારિત દસ્તાવેજો જોવા માટે બોલાવવા માં આવશે .