ગુજરાતમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી,ખેડૂતો માટે માઠા સમાચાર.

ગુજરાતમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી : ગુજરાત રાજ્યમાં વરસાદ ના માહોલ વધુ ગયો છે તેવા માં તારીખ ૪ ૫ અને ૬ ની આગાહી પૂર્ણ થતા નવી આગાહી કરવામાં આવી છે અને ખેડૂતો ની ચિંતા માં વધારો કરી દેવાયો છે બીજી વખત ગુજરાત માં વરસાદ પડતા ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. તેમને ભારે નુકસાન નો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં અંબાલાલ પટેલે ફરી વરસાદ ના સંકેત આપ્યા છે.

.કમોસમી વરસાદથી પાકને નુકસાન થતા ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વધુ એક વખ ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કમોસમી વરસાદી ખેડૂતોના ઉભા પાકનું નુકસાન થયું હતું. ત્યારે હવે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં 12 મી માર્ચ પછી હવામાન પલટાતા 14,  15 16 અને 17 માં ફરી વાર વરસાદની શક્યતા છે, જયારે 24 અને 25 માર્ચમાં પણ દરિયા કિનારે ભારે પવન ફુંકાતા હવામાનમાં પલટો આવી શકે છે. માર્ચમાં ગરમી પણ વધારે પડશે.

રાજ્યમાંગરમીની સિઝનમાં ચોમાસા જેવો માહોલ બન્યો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. આ વર્ષ ખેડૂતો માટે ભારે ગણાય છે, ત્યારે અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે માઠા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નબળું આવતા અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના લીધે હવા સર્ક્યુલેટ થતા રાજ્યના ભાગોમાં વરસાદ રહેશે.

ગુજરાત માં ૧૨મી માર્ચ પછી વરસાદ ના ફરી એધાણ દેખાયા છે હવામાન માં સતત પલટો જોવા મળી રહ્યો છે અત્યારે સવારે ઠંડી અને બપોરે ગરમી નો અહેસાસ લોકો ને થઇ રહ્યો છે તેવામાં લોકો માં બીમારી નું પ્રમાણ પણ વધી સકે છે.

વરસાદને કારણે કેરીના પાકને નુકશાન થવાની શક્યતા રહેલી છે. મસાલા,  ઘઉં,  રાયડો, ઇસબગુલ અને, શાકભાજીને પણ નુક્શાન નો ડર રહે છે . ગરમી વધુ પડતા એરંડાના પાકમાં પણ ફૂલકિયો આવતા દાણા ઓછા પેદા થવાની શક્યતા રહી સકે છે.

અંબાલાલ પટેલે કરી આગાહી
રાજ્યભરમાં હોલિકા દહન કરવામાં આવી. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ હોળી જોઈને આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, તેની માહિતી આપી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આ વર્ષે ચોમાસું સારૂ રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે ચોમાસા દરમિયાન અનેક વખત વાવાઝોડા આવી શકે છે. ભારે પવન સાથે વાવાઝોડું આવશે. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા જોવા મળશે.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

Leave a Comment